Thursday, Oct 23, 2025

ડૉક્ટર કે નરાધમ ? દર્દીને બેભાન કરી દુષ્કર્મ આચર્યું

3 Min Read

કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં થયેલા ડોક્ટર રેપ-મર્ડર કેસ બાદ ઉઠેલો વિવાદ રોકાઈ રહ્યો નથી કે વધુ એક ડોક્ટરે રેપ કાંડ કરી દીધો. તેણે પોતાની મહિલા દર્દીને બેભાનીનું ઈન્જેક્શન લગાવીને હવસનો શિકાર બનાવી. તેણે પીડિતાની અશ્લીલ તસવીરો પણ ખેંચી અને તે તસવીરોનો ઉપયોગ કરીને તે પીડિતાને બ્લેકમેલ પણ કરવા લાગ્યો. તેણે તસવીર વાયરલ કરવાની ધમકી આપીને પીડિતા પાસે 4 લાખ રૂપિયા માગ્યા.

Was Kolkata doctor raped and murdered to silence her? | India News - Times of India

પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના હસનાબાદ વિસ્તારનો છે. પ્રાઈવેટ ક્લિનિક ધરાવતા આરોપીનું નામ ડૉ.નૂર આલમ સરદાર છે. આ જ ક્લિનિકમાં તેણે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદ પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે ડૉક્ટરે તેની સાથે એક નહીં પરંતુ ઘણી વખત દુષ્કર્મ કર્યો હતો. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કહ્યું કે તે નોર્થ 24 પરગણાના હસનાબાદ વિસ્તારમાં રહે છે. તેનો પતિ વિદેશમાં નોકરી કરે છે અને ત્યાં રહે છે.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે ‘હું નોર્થ 24 પરગનાના હસનાબાદ વિસ્તારમાં રહુ છું. મારા પતિ વિદેશમાં નોકરી કરે છે અને ત્યાં રહે છે. મે મારા પતિને ડોક્ટરની હરકતો વિશે જણાવ્યુ અને તેમણે જ ભારત આવીને પોલીસ કેસ કરાવ્યો. મારી તબિયત ઠીક રહેતી નહોતી. હું ડોક્ટર નૂર પાસે આવી તો તેમણે મને ઈન્જેક્શન લગાવવાની વાત કહી. હું ઈન્જેક્શન લગાવવા માગતી નહોતી પરંતુ ડોક્ટરે ઝડપી રિકવરી થવાનો હવાલો આપીને ઈન્જેક્શન લગાવી દીધું. તે બાદ મને કંઈ યાદ નથી. જ્યારે ભાન આવ્યું તો હું ક્લિનિકમાં બેડ પર સૂઈ રહેલી હતી અને મારા કપડા વ્યવસ્થિત નહોતા. મને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તે બાદ ડોક્ટરે મને મારી અશ્લીલ તસવીરો બતાવી અને રૂપિયા માગ્યા. તસવીર વાયરલ કરવાની ધમકી આપીને મારી પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું.

NCRBના રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળ 34738 કેસ સાથે મહિલાઓ વિરુદ્ધ અપરાધોના મામલામાં ચોથા સ્થાને છે. ઉત્તર પ્રદેશ 65743 કેસ સાથે પ્રથમ, મહારાષ્ટ્ર 45331 કેસ સાથે બીજા અને રાજસ્થાન 45058 કેસ સાથે ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો :-

Share This Article