Sunday, Dec 14, 2025

સુરતની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં DEO શાળાને ફટકારી નોટિસ

2 Min Read

સુરતના ગોડાદરામાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતને અઠવાડિયું થઈ ગયું છે. તેમ છતાં તપાસના નામે DEO અને સ્થાનિક પોલીસ માત્ર તપાસના નામે દેખાવ કરી રહી છે. તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે આજે રાજસ્થાન પરિવારના લોકો પોલીસ કમિશનરને રજૂવાત કરવા પહોંચ્યા છે. જ્યાં તેમણે શાળાને કેમ છાવરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કર્યા છે.

આ સમગ્ર મામલે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને નોટીસ ફટકારી છે. તેમજ શાળા પાસે પોતાનું મેદાન પણ નથી. તેમજ ગંભીર બાબતને લઈ જીલ્લા શિક્ષણ વિભાગે શાળાને નોટિસ ફટકારી છે. તેમજ ગંભીર ભૂલ બદલ શાળાની માન્યતા કેમ રદ્દ ન કરવી તેનો ખુલાસો માંગ્યો છે.

સુરતના ગોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં તપાસ DEOએ 5 સભ્યોની સમિતિ બનાવી હતી. જેમાં સમિતિ પોતાનો રિપોર્ટ આપશે પછી કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે સુરત DEOએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીએ અગાઉ દોઢ વર્ષ સુધી અભ્યાસ છોડ્યો હતો. વિદ્યાર્થિનીનું આદર્શ પબ્લિક સ્કૂલમાં પહેલું વર્ષ હતું. વિદ્યાર્થિની અને તેની બહેન બંનેની ફી બાકી હતી એ હકીકત છે. ત્યારે વિદ્યાર્થિની 11 જાન્યુઆરીથી સતત ગેરહાજર રહેતી હતી. ત્યારે DEO અને પોલીસની ટીમની સતત તપાસ ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે (21 જાન્યુઆરી) આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article