Tuesday, Dec 9, 2025

દિલ્હીના મહિપાલપુરમાં બસનું ટાયર ફાટવાથી થયો હતો વિસ્ફોટ?

1 Min Read

દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં રેડિસન હોટલ પાસે એક વિસ્ફોટ થયાની જાણકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી. કોલ કરનારા વ્યક્તિનો સંપર્ક કરાયો. જેણે જણાવ્યું કે ગુરુગ્રામ જતી વખતે તેણે એક જોરદાર અવાજ સાંભળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને જો કે કશું મળ્યું નહીં.

જો કે હવે એવી વાત સામે આવી રહી છે કે ગાડીનું ટાયર ફાટ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ સ્થાનિકોની પૂછપરછમાં એક ગાર્ડે જણાવ્યું કે ધૌલાકુઆ તરફ જતી એક DTC બસનું પાછળનું ટાયર ફાટી ગયું હતું જેનાથી આ જોરદાર અવાજ આવ્યો. જોરદાર અવાજની જાણકારી મળ્યા બાદ પોલીસે તરત કાર્યવાહી કરી અને મહિપાલપુરના રેડિસન પાસે પહોંચીને તપાસ શરૂ કરી. ઈન્વેસ્ટિગેશન ટીમને તે જગ્યાએ કોઈ ધડાકા કે અન્ય ઘટનાની જાણકારી મળી નથી.

મહિપાલપુરમાં જે જગ્યાએ ગાડીના ટાયરના ફાટવાની વાત થઈ રહી છે તે જગ્યાને પોલીસે સંપૂર્ણ રીતે સીલ કરી નાખી છે. કોઈને પણ જવા આવવાની મંજૂરી નથી. મહિપાલપુરથી ધૌલાકુઆં જવા આવવાનો રસ્તે બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરી દેવાયો છે.

Share This Article