Saturday, Sep 13, 2025

રાજકોટ અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરને રાજકોટ ખાતે લવાયો

2 Min Read

રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસના ચોથા આરોપી ધવલ ઠક્કરને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લવાયો છે. હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધવલ ઠક્કરની પૂછપરછ કરાશે. અગાઉ બનાસકાંઠા LCBએ ધવલને આબુ રોડથી ઝડપ્યો હતો. તમને જણાવી દઈએ કે ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં સીઆર નંબર ૪૯૬ કલમ ૩૦૮, ૩૦૪, ૩૩૭, ૩૩૮, ૧૪૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે ૫ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ૧૨ બાળકો સહિત ૨૭ લોકોનાં મોત થયા હતા. ૨૫થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે અધિકારીઓએ કહ્યું હતું કે, આગમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આગની ઘટના પર તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને સૂચના આપી હતી. તેમજ રાજ્ય સરકારે ફાયર NOC ના ધરાવતા તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના આપી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે ગેમિંગ એક્ટિવિટી માટે બનાવવામાં આવેલા ફાઈબર ડોમમાં આગ લાગી ડતી. આ પછી ફાયર કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી મળતા ફાયર ટેન્કર અને એમ્બ્યુલન્સ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આગના કારણે માળખું ધરાશાયી થયું હતું અને કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Share This Article