મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે આજે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, મંત્રાલયમાં લગાવવામાં આવેલી નેટના કારણે તેમનો જીવ બચી ગયો હતો. ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરિ ઝિરવાલ એનસીપી (અજિત પવાર) જૂથના વિધાન સભ્ય છે. આમ જો જોવામાં આવે તો તેઓ પોતાની સરકારનો જ વિરોધ કરી રહ્યા છે.
આ ઘટના શુક્રવારે એટલે કે આજે બની છે. ઝિરવાલે ST ક્વોટામાં ધનગર સમુદાયને અનામત આપવાના વિરોધમાં મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો, જેને કારણે ભારે અરાજકતા સર્જાઇ ગઇ હતી. જોકે, મંત્રાલયમાં નેટ લગાવી હોવાથી તેઓ નેટ પર પડ્યા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.
ધારાસભ્યો શિંદે સરકાર તરફથી ધનગર સમાજને આપવામાં આવેલા એસટીના દરજ્જાનો વિરોધ કરી રહ્યા છે. આ ધારાસભ્યો તેમની જ સરકારના ફેંસલાનો વિરોધ કરી રહ્યા છે. ધનગર સમાજને અનામત ન મળે અને કાયદા અંતર્ગત નોકરીમાં ભરતીની માંગને લઈ ધારાસભ્યો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો :-