ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના બની છે. બાળકોના વોર્ડમાં મોડી રાત્રે લાગેલી આગથી 10 નવજાતના મોત થયા છે. NICUમાં તમામ બાળકો દાખલ હતા. મોડી રાતે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. 37 બાળકોને બારીના કાચ તોડી બચાવાયા છે. 16 લોકોની હાલત ગંભીર છે. NICUમાં કુલ 54 બાળકો દાખલ હતા. મૃતક બાળકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરાઇ છે. તો ઈજાગ્રસ્તોને 50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
સવાલ 10 બાળકોના મોત પર છે. બાળકોના મોત પર તપાસનો ખેલ શરૂ થયો છે, પરંતુ વહીવટીતંત્ર કેટલું બેશરમ છે તે સામે આવેલી બે તસવીરો પરથી સમજી શકાય છે. એક તરફ ડોકટરો બૂમો પાડીને બાળકોને બચાવવા દોડી રહ્યા હતા તો બીજી તરફ પ્રશાસન પોતાના ડેપ્યુટી સીએમના સ્વાગત માટે રંગરોગાન કરવામાં વ્યસ્ત હતું. આ બધું ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક માટે થઈ રહ્યું છે જે અકસ્માત થયા બાદ વહેલી સવારે 3:30 વાગ્યે ઝાંસી પહોંચ્યા હતા.
બ્રજેશ પાઠકના વીડિયો પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ અને X પર પોસ્ટ કર્યું, ‘ભાજપ સરકારની અસંવેદનશીલતા જુઓ, એક તરફ તેમના પરિવારજનો રડતા હતા અને નાયબ મુખ્યમંત્રીને આવકારવા માટે ચૂનો છાંટી રહ્યા હતા કે આખા કમ્પાઉન્ડમાં ગંદકી ફેલાઈ ગઈ હતી, જે નાયબ મુખ્યમંત્રીના આગમન પહેલા જ સાફ થઈ ગઈ હતી. બાળકો બળી રહ્યા છે અને આ સરકાર ચહેરો ચમકાવવામાં લાગી છે.
આ પણ વાંચો :-