Monday, Dec 8, 2025

NDAમાં શરૂ થઈ ગઈ ડિમાન્ડ, જાણો નીતીશ કુમાર અને ચંદ્રાબાબુએ શું માંગ્યું ?

2 Min Read

લોકસભા ચૂંટણીના પરિણામો પછી હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. હવે JDU પાર્ટી ભાજપ સાથે જોરદાર સોદો કરવા જઈ રહી છે. જેડીયુએ દેશમાં જાતિ ગણતરી હાથ ધરવા અને બિહારને વિશેષ દરજ્જો આપવા સાથે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા પાંચ મંત્રી પદની માંગ કરી છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઇને રાજકીય અટકળોનો દોર ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ફરી એકવાર નીતિશ કુમારને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે. બુધવારે સાંજે યોજાયેલી NDAની બેઠકમાં આવી અટકળોનો અંત આવ્યો હતો. નીતિશ કુમારે NDA સાથે રહેવાની અને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની વાત તો કરી જ પરંતુ શક્ય તેટલી વહેલી તકે સરકાર બનાવવા પર પણ ભાર મૂક્યો.

આ વખતે ભાજપ બહુમતી અંક ૨૭૨થી દૂર રહી અને માત્ર ૨૪૦ બેઠકો જીતી શકી છે. આવી સ્થિતિમાં દેશમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે પીએમ મોદીને તેમના સહયોગીઓના સમર્થનની જરૂર છે. આ સ્થિતિમાં ૧૨ બેઠકો જીતનાર જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDAને ટેકો આપવા માટે JDU બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાનો આગ્રહ કરી રહી છે. જેડીયુ એમએલસી ખાલિદ અનવરે કહ્યું કે બિહારના સામાજિક અને આર્થિક વિકાસ માટે મોટી રકમની જરૂર છે. આ કારણે જેડીયુ કેન્દ્ર પાસેથી બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો અને મોટું ભંડોળ ઈચ્છે છે.

આ પણ વાંચો :-

Share This Article