HomeNationalદિલ્હી-શિરડી ફ્લાઈટ સુરતમાં ડાયવર્ટ: ખરાબ હવામાન વચ્ચે ઈમરજન્સી લેન્ડિંગ

દિલ્હી-શિરડી ફ્લાઈટ સુરતમાં ડાયવર્ટ: ખરાબ હવામાન વચ્ચે ઈમરજન્સી લેન્ડિંગ

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

દિલ્હીથી શિરડી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર 150 થી વધુ મુસાફરો માટે રવિવારની રાત ભારે ફાળકાભરી રહી હતી. શિરડી એરપોર્ટ પર જોરદાર પવન અને ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ અશક્ય બનતા પાયલટે સાવચેતીના ભાગરૂપે વિમાનને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કર્યું હતું. સુરત એરપોર્ટ પર સલામત લેન્ડિંગ થતા જ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

માહિતી અનુસાર, ઈન્ડિગોની આ ફ્લાઈટ દિલ્હીથી નિર્ધારિત સમયે ઉપડી હતી. જ્યારે વિમાન શિરડી એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે ત્યાં ભારે પવન અને ઓછી વિઝિબિલિટીને કારણે પાયલટને લેન્ડિંગમાં મુશ્કેલી પડી હતી. વાતાવરણ સુધરવાની આશામાં પાયલટે સતત 1 કલાક (60 મિનિટ) સુધી શિરડીના આકાશમાં વિમાનને ગોળ-ગોળ ફેરવ્યું હતું. વારંવારના ચકરાવાને કારણે અંદર બેઠેલા બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

અંતે કોઈ જોખમ ન લેતા પાયલટે સુરત એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. સુરત એરપોર્ટ પર વિમાનનું સફળ ટચ-ડાઉન થતા જ મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે પાયલટનો આભાર માન્યો હતો. સુરત એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફે ગભરાયેલા મુસાફરોને શાંત પાડ્યા હતા અને જરૂરી મેડિકલ ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

હવામાન વિભાગ તરફથી શિરડીમાં સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલ મળતા જ, મોડી રાત્રે ફ્લાઈટને સુરતથી ફરી શિરડી માટે રવાના કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે મુસાફરો નિર્ધારિત સમય કરતા આશરે 3 કલાક મોડા શિરડી પહોંચ્યા હતા. શિરડી એરપોર્ટ પર ઉતરાણ થતા જ ભક્તોએ ‘સાંઈ રામ‘ ના નાદ સાથે હાશકારો અનુભવ્યો હતો.

Subscribe

Latest stories