Monday, Dec 8, 2025

દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટરોની કરી ધરપકડ

2 Min Read

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે પેન ઈન્ડિયા કાર્યવાહીમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ અને અન્ય રાજ્યમાંથી તમામ શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શૂટર્સ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યાં છે.

બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે બાબા સિદ્દીકીના આરોપીઓ, જાણો સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો પરિવાર - Gujarati News | Gangster Lawrence Bishnoi family tree ...

આ પહેલાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ કાર્યવાહી કરી હતી. NIAએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તે સિંગર-રાજનેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી પણ છે.

વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. રિપોર્ટ અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો. અનમોલ બિશ્નોઈ કથિત રીતે તેના સ્થાનો બદલતા રહે છે અને તે ગયા વર્ષે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી છે. અનમોલને 7 ઓક્ટોબર 2021ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે શૂટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. હત્યાની શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી.

અનમોલ બિશ્નોઈ એક શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો. NCP નેતા બાબા સિદ્દીકીની દશેરાની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 11 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article