દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગત 10 નવેમ્બરના રોજ એક કારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે. ત્યારે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આ લોકોએ અમારા સમુદાયને કલંકિત કરવાનું કાવતરું રચ્યું છે. અમારા સમુદાયના ડોકટર અને શિક્ષિત લોકો આમાં સામેલ છે તો તેવા લોકો અમારા સમુદાયમાં આવતા નથી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના ડોકટરો સંડોવાયેલા છે કે કેમ તે નક્કી કરવા માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
અમે તકલીફને સમજી શકીએ છીએ: મહેબૂબા મુફ્તી
12 નવેમ્બરે શ્રીનગરમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “દિલ્હીમાં જે બન્યું તેમાં અમે તે પીડા તમારા કરતાં વધુ સમજીએ છીએ. કારણ કે અમે આવી ઘટનાને ઘણા નજીકથી જોઈ છે. અમે તેને ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે.”
દિલ્હી સરકારને કરી અપીલ
તેઓએ દિલ્હી સરકારને અપીલ કરી કે, “હું વિનંતી કરું છું કે આ તપાસ ઝડપથી હાથ ધરવામાં આવે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેઓ જે પરિવારોના છે તેમના માતા-પિતા, ભાઈઓ અને બહેનો તેઓ ગુનેગાર નથી. તેમને ગુનેગાર ન માનો. કારણ કે મેં પોતે ટીવી પર જોયું હતું કે કેવી રીતે એક ડૉક્ટરના પિતાને કાળા કપડાથી મોં ઢાંકીને ખેંચી લેવામાં આવી રહ્યા હતા. આ સારું નથી. આવું ન થવું જોઈએ.”
પરિવારજનોને નુકસાન ન પહોંચાડો: મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તીએ આગળ કહ્યું, “હું પીડા સમજી શકું છું. સરકારે ફરક લાવવો જોઈએ. જે લોકો સંડોવાયેલા છે તેમને કડક સજા થવી જોઈએ. જોકે, તેમના સંબંધીઓને શંકાના આધારે ધરપકડ કરવામાં આવી રહી છે તેમની સાથે યોગ્ય વર્તન થવું જોઈએ. તેમની પૂછપરછ કરો પરંતુ ગુનેગારો તરીકે તેમની તપાસ ન કરો. ગુનો હજુ સુધી સાબિત થયો નથી. શંકા માટે હજુ પણ એક આધાર છે.”