સુરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. પરંતુ ડાયમંડ સિટી સુરતની હવે ચમક ધીરે ધીરે ઝાંખી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરત શહેરના રત્નકલાકારો એક પથ્થરને ઘસી ઘસીને ચમકદાર બનાવે છે. પથ્થરમાંથી ડાયમંડ તૈયાર કરતા આ રત્નકલાકારો જ હાલ મુશ્કેલીમાં મુકાયા છે.
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા બે વર્ષથી મંદિરો માહોલ છે અને મંદીના માહોલ વચ્ચે પસાર થઈ રહેલી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તો બીજી તરફ બેંગકોકમાં પણ ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પોતાની ઓફિસો બંધ કરી રહ્યા છે. બેંગકોકના ઉદ્યોગકારો પોતાની ઓફિસો બંધ કરતા હોવાનું એક કારણ એવું પણ સામે આવ્યું છે કે ત્યાંના લોકો હીરાની ડિમાન્ડ કરતાં હવે ગોલ્ડની ડિમાન્ડ તરફ વળ્યા છે.
2008ની મંદી સમયે સુરતના ઘણા ડાયમંડ યુનિટો બંધ થયા હતા અને તેના કારણે હજારો રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ હાલ કંપનીઓ દ્વારા પણ રત્ન કલાકારોનો વિચાર કરવામાં આવે છે અને તેઓ રત્નકલાકારોને છૂટા કરવાના બદલે કંપનીના માલિકો દ્વારા પોતાની રીતે આર્થિક બોજો સહન કરીને કામના કલાકો ઘટાડવામાં આવી રહ્યા છે અને અઠવાડિયામાં કેટલાક એકમોમાં બે દિવસની રજા પણ આપવામાં આવે છે. તેથી જે રત્ન કલાકારનો પગાર 40,000 હોય તે હાલ 20,000થી 25,000નું જ કામ કરી રહ્યા છે અને આ સમયે મોંઘવારીના કારણે રત્નકલાકારોને પરિવારનો ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે.
આર્થિક સંકળામણના કારણે રત્નકલાકારોએ આપઘાત કર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે રત્ન કલાકારોને ઉગારવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આપઘાત ન કરો અમને ફોન કરોની ટેગ લાઈન સાથે આ હેલ્પલાઇન જાહેર કરાયો હતો અને હેલ્પલાઇન જાહેર કરાયા બાદ ડાયમંડ વર્કર યુનિયનને 1500 કરતાં વધારે ફોન આવ્યા હતા. જેમાં તેમને રત્નકલાકારની સમસ્યાઓ સાંભળી હતી અને સાત જેટલા કિસ્સાઓમાં રત્નકલાકારોનો જીવ બચાવ્યો હતો અને તેમને જરૂરી મદદ કરવામાં આવી હતી. ઘરમાં અનાજ કરિયાણાની કીટ તેમજ બાળકોને શાળાની ફી ઉપરાંત મેડિકલ સહાયની વ્યવસ્થા સામાજિક આગેવાનોની મદદથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-