
મેષઃ
આવક વધતાં આનંદની અનુભુતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવે છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.
વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેર બજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.
મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવામાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિધા શીખવાના યોગ બને છે.
કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના િમત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવુંં. ગળાના રોગો થી સાવચેતી જરૂરી.
સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બથતી મળે. નવા ધંધા ની શરૂઆત શકય બને. માન સન્માન વધતા જણાય. માતા-પિતા તરફ થી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.
કન્યાઃ
ધરમાં આધાત્મિક વાતાવરણ બને. પૂજન અર્ચન શકય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.
તુુલાઃ
ધનહાનિ ના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ગગડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.
વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃધ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતોમાં અંગે અસંતોષ રહે. પરિવામાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણો થી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.
ધનઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક, જાવક નું પાસું સરભર થતું જણાય. પરિવારમાં સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથી ની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.
મકરઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવક નંુ પ્રમાણ વઘતું જણાય. પરિવામાં મનમેળ રહે. સંતાનની અણઘારેલી પ્રગતિ તી આનંદ થાય. સ્વાસ્થય સારૂં રહેશે. આખ-હાડકા નબળા થતા જણાય.
કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દષ્ટિ અે સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.
મીનઃ
પરિવામાં શુભ પ્રસંગનું આયોજનથાય. કરેલા કાયોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારે દિવસ. મિત્રો તરપતી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.