Thursday, Oct 23, 2025

મહારાણા પ્રતાપના વંશજ મહેન્દ્ર સિંહ મેવાડનું નિધન

1 Min Read

ભાજપના પૂર્વ સાંસદ અને મેવાડના મહારાણા પ્રતાપના રાજવી પરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડનું રવિવારે ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. મહાન યોદ્ધા મહારાણા પ્રતાપના વંશજ મહેન્દ્ર સિંહ મેવાડ 83 વર્ષના હતા. તેમના પરિવારે જણાવ્યું હતું કે મહેન્દ્ર સિંહ મેવાડ છેલ્લા ઘણા દિવસોથી ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

પીએમ મોદીએ એક પોસ્ટમાં લખ્યું કે, ‘ચિત્તોડગઢના ભૂતપૂર્વ સાંસદ અને સામાજિક અને રાજકીય જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર મેવાડ રાજપરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓએ જીવનભર રાજસ્થાનના વારસાને જાળવવામાં અને તેને સુંદર બનાવવાનું કામ કર્યું. તેમણે લોકોની સેવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું. સમાજ કલ્યાણ માટેનું તેમનું કાર્ય હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શોકની આ ઘડીમાં હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ!’

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ સોશિયલ મીડિયા પર ‘પૂર્વ સાંસદ મહારાણા મહેન્દ્ર સિંહ મેવાડજીના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છું. દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને મારી પ્રાર્થના. તેમજ ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આ પણ વાંચો :-

Share This Article