Day Dahad dirty game in prison
- Lady Jailer Have Sex with Prisoners : જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે.
ગુનેગારોને (Criminals) જેલમાં કેદીઓ તરીકે એટલા માટે રાખવામાં આવે છે તેઓ બહાર અન્ય કોઈ ગુનો કરી ન શકે અને તેમને સુધારવાની તક મળે. પરંતુ જેલના જવાબદાર અધિકારીઓ (Responsible Officer) જ બગડેલા હોય અને તે અધિકારી મહિલા હોય તો શું કહેવું. હા, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે ડઝનથી વધુ મહિલા જેલરોએ જેલના કેદીઓ સાથે વારો પાડીને સંબંધ બાંધ્યા છે. આ બાબતનો ખુલાસો ત્રણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેઓ પોતે આ કાંડમાં સામેલ હતી.
એવું પણ જાણવા મળ્યું છે કે એક જેલરને કેદી સાથેની કામુક તસવીરોની અદલા બદલી કરતાં પકડી પાડવામાં આવી છે. એ પણ ખુલાસો થયો છે કે જેલરે ચૂપચાપ એક ફોન પણ કેદીને આપ્યો હતો. જેનિફર ગવને એક ચોરને તેનો મોબાઈલ લાવવા માટે 150 યુરો આપ્યા હતા. આ કેદી દુરચારના કેસમાં 8 મહિનાથી જેલમાં છે.
એમિલી વોટસન (Emily Watson) નામની જેલરે જેલમાં બંધ ડ્રગ ડીલર જ્હોન મેગી સાથે ગઠબંધન કર્યું હતું. જોન મેગી ખતરનાક ડ્રાઇવિંગ માટે 8 વર્ષથી જેલના સળિયા પાછળ છે. અને આયેશા ગુન ભયંકર લૂંટારા ખુર્રમ રઝાકને “અત્યંત કામુક” તસવીરો અને વિડિયો મોકલવાના કેસમાં સામેલ હતી. પ્રિઝન ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ માર્ક ફેરહર્સ્ટે જેલમાં હાયરિંગનીની પ્રણાલીની ટીકા કરી છે.
જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે. એટલું જ નહીં જેલમાં નોકરી મેળવનારા ઘણા લોકો પાસે જીવનનો પૂરતો અનુભવ નથી અને તેઓ કેદીઓ સાથે વ્યવહાર કરવા માટે પૂરતા ગંભીર નથી. આ આંકડાઓ એ સાબિત કરે છે કે અમે વર્ષોથી ભરતી કરનારાઓને ચેતવણી કેમ આપતા હતા.
ન્યાય મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2019 ની શરૂઆતથી કેદીઓ સાથે અયોગ્ય સંબંધો બદલ 32 મહિલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેરવિન જેલ પહેલેથી જ બ્રિટનની સૌથી આરામદાયક જેલ તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. અહીં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા છે. અહીં કેદીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રૂમ ઉપલબ્ધ છે, જેમાં અટેચ બાથરૂમ છે. વધુમાં લોખંડના સળિયા વિના બારીઓ છે. જેલના પ્રવક્તાએ કહ્યું કે મોટાભાગનો સ્ટાફ મહેનતુ અને પ્રામાણિક છે, પરંતુ તેઓ નિયમ તોડનારાઓને પકડવા માટે વધુ પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-