Wednesday, Nov 5, 2025

સુરતની SVNIT કોલેજમાં ‘Entertainment’ના નામે જોખમી કાર-બાઈક સ્ટંટ, જુઓ

1 Min Read

સુરતમાં આવેલી SVNIT કોલેજમાં એક પ્રોગ્રામ દરમ્યાન જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. બાઈક અને કાર વડે જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં આવેલી જાણીતી SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) કોલેજમાં એક કાર્યક્રમ દરમ્યાન જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. 7 એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં માઈન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર અને બાઈક વડે જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા.

કેમ્પસમાં માઇન્ડ બેન્ટ ઇવેન્ટ માટેની મંજૂરી લેવામાં આવી હતી. કાર ડ્રિફ્ટીંગના કરતબો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાડાઈ હતી. પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

માહિતી મુજબ, કેમ્પસમાં “કાર-શો” માટે મંજૂરી લેવામાં આવી હતી. જોકે, કાર્યક્રમ દરમિયાન કાર અને બાઈક દ્વારા જોખમી ડ્રિફ્ટિંગ અને સ્ટંટ બતાવવામાં આવ્યા હતા. વીડિયોમાં ઉચ્ચ અવાજે સાઇલેન્સરો, રબર બર્નિંગ અને હાઈ-સ્પીડ ડ્રાઇવિંગ જોવા મળી રહી છે. સ્ટન્ટ એવા જોખમી હતા કે થોડી પણ ગફલત થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી.

Share This Article