રાજકોટના ભાજપ કોર્પોરેટર અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ શરૂ

Share this story

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભાજપના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાને આ ગેરકાયદે બાંધકામની જાણ હતી અને તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝડ કરાવવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી નીતિન રામાણીની પૂછપરછ શરૂ કરી છે.

કોર્પોરેટર નીતિન રામાણીએ જણાવ્યું કે, ‘વી.ડી.થી ઓળખાતી ગેમઝોનની એક વ્યક્તિ મારા ઓળખાણમાં હોય તેમની ભલામણથી ટીઆરપી ગેમઝોનના પ્રકાશભાઈ (જૈન)એ મને આ બાંધકામ રેગ્યુલરાઈઝડ કરાવવું છે તેવી વાત મને મળીને કરી હતી. જે અન્વયે મે વાણિયાવાડી વિસ્તારમાં કાર્યરત અને બાંધકામ પ્લાનનું કામકાજ કરતા આર્કિટેક્ટ એન્જિનિયર નિરવ વરૂને આ કામ કરવા ભલામણ કરી હતી.

રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા નિર્દોષ લોકોની ચિસો હજી પણ આપણાં કાને સંભળાઈ રહીં છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પરંતુ અગ્નિકાંડના પાપીઓના કાળા કારનામા અંગે પણ પર્દાફાશ થયો છે.

તમને જણાવી દઇએ કે, મનસુખ સાગઠિયાના કાળા કારનામાનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. મનસુખ સાગઠીયા પર રાજકોટની મલુમંગલ સોસાયટીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્લોટની ફાળવણી અને વેચાણમાં ગેરરીતિ આચરી હોવાનો અત્યારે રાજકોટના એક સામાજિક અગ્રણીએ આરોપ લગાવ્યો છે. આ સાથે કો.ઓપરેટિવ સોસાયટીના નિયમોનો સરેઆમ ભંગનો પણ આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે, સાગઠીયા પર અત્યારે અનેક સંગીન આરોપો લાગી રહ્યા છે. મલુમંગલ સોસાયટીમાં કરાયેલા આરોપો અને SIT નોંધ લે તેવી માગણીઓ કરવામાં આવી છે. SIT સઘન તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે

આ પણ વાંચો :-