અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નિર્માણકાર્ય દરમિયાન 23 માર્ચ રવિવારે મોડી રાત્રે વિશાળ ક્રેન તૂટી પડી હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી જો કે ઓવરહેડ વાયર તૂટી જતા મુંબઈ અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાયો હતો. અમદાવાદ વડોદરા મુંબઇ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 11 ટ્રેનો રિશિડ્યુલ કે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.
અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક ટ્રેક નિર્માણની કામગીરી ચાલી રહી છે. 23 માર્ચ રવિવાર રાતે 11 વાગે આસપાસ બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણની કામગીરી દરમિયાન બે પિલ્લરને જોડતી વિશાળ ક્રેન અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. માહિતી મુજબ અમદાવાદના વટવામાં વાયડક્ટ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી માંથી એક કોંક્રિટ ગર્ડર લોન્ચિંગની કામગીરી પતાવ્યા બાદ પાછી ખેંચી રહી હતી ત્યારે અચાનક ક્રેન તૂટી પડી હતી.
આજે આ ટ્રેન કેન્સલ
- વટવા-વડોદરા મેમુ
- અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર
- મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર
- વડોદરા-વટવા સંકલ્પ ફાસ્ટ
- વટવા-વડોદરા સંકલ્પ ફાસ્ટ
- અમદાવાદ-એકતાનગર
- આણંદ-વટવા મેમુ
- વડોદરા-વટવા
- વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન
- મણિનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
- વડોદરા-વટવા એક્સપ્રેસ
- અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન
- અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ
- જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
- વલસાડ-વડનગર
- વડનગર-વલસાડ
- વટવા-આણંદ મેમુ
- વડોદરા જંક્શન-વટવા મેમુ
- વટવા-વડોદરા જંક્શન મેમુ
- અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
- બુલેટી ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી જતાં રેલવે લાઇનનો ઓવર હેડ વાયર તૂટી ગયો છે. આ કારણે મોટી સંખ્યામાં ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રૂટ બદલાયો છે તો કેટલીક ટ્રેનનો સમય બદલાયો છે. આ માટે રેલવેએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યાં છે.
છ હેલ્પલાઈન નંબર રેલવેએ કર્યા જાહેર
- અમદાવાદનો હેલ્પલાઈન નંબર 079-22113977 નંબર જાહેર
- સાબરમતીનો હેલ્પલાઈન નંબર 7043028680 નંબર જાહેર
- વિરમગામનો હેલ્પલાઈન નંબર 7043028564 નંબર જાહેર
- મહેસાણાનો હેલ્પલાઈન નંબર 02762- 241501 નંબર જાહેર
- ગાંધીધામનો હેલ્પલાઈન નંબર 9408708535 નંબર જાહેર
- પાલનપુરનો હેલ્પલાઈન નંબર 02742- 251775 નંબર જાહેર
ક્રેન અકસ્માતને કારણે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી ઉપડશે
- 23.03.2024ની ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-બેડાચ-ઉદયપુર સિટી-હિંમતનગર-અમદાવાદ-વિરમગામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
- 23.03.2024ની ટ્રેન નંબર 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-મારવાડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
- 23.03.2024ની ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
24.03.2024ની ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને દોડશે.
અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આ દૂર્ઘટનાથી ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ઓવરહેટ વાયર તૂટી જવાના કારણે અમદાવાદ વડોદરા મુંબઇ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઉપરાંત 5 ટ્રેનનો સમય બદલાયો છે અને 6 ટ્રેનો ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ દૂર્ઘટના લીધે રેલેવ વિભાગ દ્વારા વડોદરાથી અમદાવાદ આવતી 10 ટ્રેનો રાત્રે જ તાત્કાલિક વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. તો જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનો પણ કેન્સલ કરવી પડી છે.