Thursday, Oct 30, 2025

સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચૂકાદો, 2 આરોપી દોષિત જાહેર

3 Min Read

સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સાડા ચાર મહિના નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે.

ગૅગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે. માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનું ધરપકડ કરવામાં આવ્યું હતી, જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું, જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી અને 17 જેટલા મહત્વનાં પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટ સોમવારે બંને આરોપીઓની સજાનું એલાન કરશે.

શું હતો સમગ્ર મામલો?
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરા ગામે 8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે બાઈકમાં પેટ્રોલ પુરુ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી. જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી.

Share This Article