Thursday, Oct 23, 2025

ગૌતમ ગંભીર ઉપર છેતરપિંડી કેસમાં કોર્ટે ફરી તપાસનો આપ્યો આદેશ

2 Min Read

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. સિરીઝ હાર્યા બાદ તે હાલમાં ત્રીજી ટેસ્ટ માટે મુંબઈમાં છે અને ટીમ ઈન્ડિયાને વ્હાઇટ વોશના ખતરાથી બચાવવા માટે વિચારી રહ્યા છે. દરમિયાન, તેમના પર એક નવી આફત આવી. વાસ્તવમાં, ગંભીર પર પહેલાથી જ ફ્લેટ ખરીદનારાઓને છેતરવાનો આરોપ હતો, જેમાં તે નિર્દોષ બહાર આવ્યા હતા, પરંતુ 29 ઓક્ટોબરના રોજ દિલ્હી કોર્ટે નિર્દોષ છૂટવાના આદેશને ફગાવી દીધો, . એટલું જ નહીં, કોર્ટે આ કેસમાં તેમની ભૂમિકાની તપાસનો આદેશ પણ આપ્યો છે.

IPL has nothing to do with me: India coach Gautam Gambhir on player retentions - India Today

ફ્લેટ ખરીદનારાઓએ રિયલ એસ્ટેટ કંપનીઓ રૂદ્ર બિલ્ડવેલ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ, એચઆર ઈન્ફ્રાસિટી પ્રાઈવેટ લિમિટેડ, યુએમ આર્કિટેક્ચર એન્ડ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ અને ગૌતમ ગંભીર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ગંભીર આ તમામ કંપનીઓના સંયુક્ત સાહસમાં ડિરેક્ટર અને બ્રાન્ડ એમ્બેસેડર હતા. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ આ કેસની સુનાવણી કરતાં કહ્યું કે ગંભીર એકમાત્ર એવા આરોપી છે જે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોકાણકારો સાથે સીધો સંપર્ક ધરાવે છે.

આ સિવાય ચાર્જશીટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે છેતરપિંડીની રકમનો કોઈ ભાગ ગંભીરના હાથમાં આવ્યો કે નહીં. આમ છતાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણે તેઓએ નીચલી કોર્ટના અગાઉના નિર્ણયને પલટી નાખ્યો અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને ફરીથી આરોપી બનાવ્યા. તેણે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે નીચલી કોર્ટના નિર્ણયમાં રૂદ્ર બિલ્ડવેલ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડને 6 કરોડ રૂપિયા આપવા અને કંપની પાસેથી 4.85 કરોડ રૂપિયા લેવાનો કોઈ ઉલ્લેખ નથી.

આ પણ વાંચો :-

Share This Article