દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી જેમાં કોર્ટે કેજરીવાલની કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ ન્યાય વિંદુની કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ED વતી એએસજી એસવી રાજુ અને કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરી કોર્ટમાં હાજર હતા અને બંનેએ પોતપોતાની દલીલો આપી હતી. વિક્રમ ચૌધરીએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
આ બન્નેને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં બંનેની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયાં હતા. હાલમાં કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. રાઉઝ એવન્યુ કોર્ટના આ આદેશ બાદ કેજરીવાલે હાલ તિહાર જેલમાં જ રહેવું પડશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું કે વિનોદ ચૌહાણે કવિતાના PA પાસેથી ૨૫ કરોડ રૂપિયા અભિષેક બોઈનપલ્લી મારફતે લીધા હતા. આ પૈસા ગોવાની ચૂંટણી માટે લેવામાં આવ્યા હતા. વિનોદ ચૌહાણની મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-