આફ્રિકાના દેશ ગામ્બિયામાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ પીવાથી 70 બાળકોના મોત થયા હતાં. હવે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપ ફરી એક વાર વિવાદમાં ઘેરાઈ છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ લીધા બાદ બાળકોના મોતના બનાવો બનતા ખળભળાટ મચી ગયો છે. હાલ બંને રાજ્યોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ રાજસ્થાન સરકાર માટે ઉત્પાદિત સામાન્ય કફ સિરપ લેવા લેવાથી છેલ્લા બે અઠવાડિયામાં રાજ્યમાં બે બાળકોના મોત થયા છે, 10 અન્ય લોકો બીમાર પડ્યા છે.
રાજસ્થાનમાં બે બાળકોનો જીવ ગયો:
અહેવાલ મુજબ કેસન ફાર્મા નામની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ કમ્પાઉન્ડ ધરાવતી કફ સિરપ બનાવવામાં આવી હતી, જે રાજસ્થાન સરકારે ખરીદી હતી. રવિવારે સીકર જિલ્લાના ચિરાનાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર(CHC)માં ફરજ પર હાજર ડોકટરે શરદી અને ખાંસીથી પીડાતા એક 5 વર્ષીય બાળક માટે આ કફ સીરપ આપી હતી.
ડોક્ટર પણ બીમાર પડ્યા:
રાજસ્થાનના બયાના વિસ્તારમાં 3 વર્ષીય બાળકના માતા પિતાએ કફ સિરપ અંગે ફરિયાદ કરતા PHCના આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોકટરે પોતે સીરપનો ડોઝ લીધો હતો અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરને પણ સિરપ પીવડાવી હતી. થોડા સમય બાદ બંનેની તબીયાર લથડી હતી.
આ બાબતની તપાસ ચાલી રહી છે.
CMHO એ જણાવ્યું, “ઘટના પ્રકાશમાં આવ્યા પછી, અમે પારસિયા સરકારી હોસ્પિટલમાં 10 બેડનો વોર્ડ બનાવ્યો. ત્યારબાદ વધુ ત્રણ બાળકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં, 4 થી 26 સપ્ટેમ્બરની વચ્ચે છ બાળકોના મૃત્યુ થયા છે. કારણ કિડની ફેલ્યોર છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને રાજ્ય-સ્તરીય ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ (IDSP) ની ટીમો તપાસ માટે આવી છે. તેઓએ માનવ, પાણી અને અન્ય સંબંધિત નમૂનાઓ એકત્રિત કર્યા છે. આને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે બેતુલ, સિઓની અને પંધુર્ણામાંથી પણ કેટલાક કેસ નોંધાયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કોઈ રોગ નથી, પરંતુ આ બાબતની તપાસ ચાલી રહી છે.