Sunday, Mar 15, 2026

ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક : અમદાવાદમાં યુવતી પોઝિટિવ, હાલત ગંભીર

2 Min Read

ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા આંકડો 9 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતી શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. કોરોનાને લઇ સોલા સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે કોરોના માટે દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ભારતમાં 21 મે સુધી કોવિડ 19 વાયરસ સંક્રમણના 257 કેસ નોંધાયા છે. જેમા 12 મે પછી કેરળમાં સૌથી વધુ નવા 69 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 44 કેસ અને તમિલનાડુમાં 34 કેસ આવ્યા છે. નવા કેસ ધરાવતા અન્ય રાજ્યોમાં કર્ણાટકમાં 8, ગુજરાત 6, દિલ્હી 3 અને હરિયાણા, રાજસ્થાન અને સિક્કિમમાં 1-1 કેસનો સમાવેશ થાય છે.

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Share This Article