Wednesday, Nov 5, 2025

સુરતના વિવાદિત નેતા ભરત પટેલ BJPમાંથી સસ્પેન્ડ, જાણો

1 Min Read

સુરતના લીંબાડા બેઠકના ભાજપ નેતા ભરત પટેલ મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી છે. આ મામલે પ્રાંત અધિકારીએ ફરિયાદી બનીને કાર્યવાહી કરી છે. ભરત પટેલ, જેઓ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે, તેમણે બેંકના નકલી લેટર પેડનો ઉપયોગ કરીને બોજા મુક્તિના ખોટા દાખલા રજૂ કર્યા હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે ભાજપના વિવાદિત નેતા ભરત પટેલ સામે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે કાર્યવાહી કરી છે. વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. સુરતના ભાજપના નેતા ભરત પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રાંત અધિકારીએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે. ભરત પટેલ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે.

ભરત પટેલે બેન્ક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન લીધી હતી, છતાં આ આરોપીએ બેન્ક ઓફ બરોડાનો નકલી લેટર પેડ બનાવી 95 લાખનો દાખલો રજૂ કર્યો હતો. જ્યારે માંડવીની નેગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો બોજા મુક્તિનો દાખલો રજૂ કર્યો હતો. આ મામલે માંગરોળ મામલતદાર ચકાસણી કરતાં દાખલો ખોટો હોવાનું પુરવાર થયું હતું. જેથી આ મામલે પ્રાંત અધિકારીએ જાતે ફરિયાદી બનીને કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા ભરત પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share This Article