કોંગ્રેસની ન્યાયયાત્રાની શુક્રવારે મોરબીથી શરૂઆત થશે. 9 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ન્યાયયાત્રા ચાલશે. 11 ઓગસ્ટે ન્યાયયાત્રા રાજકોટ પહોંચશે. 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં ન્યાયયાત્રાનું આગમન થશે. શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવી. કહ્યુ-15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા લોકોનો અવાજ બનશે. યાત્રા દરમિયાન કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓ વિશે સાંભળશે.
300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે. લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.
કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.