દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 26 ઉમેઘ્વારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મંગળવારે મોડી સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 35 બેઠકો માટેના ઉમેવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, 26 બેઠકો પર ઉમેદવારોના નામ જ મંજૂર થયા હતા. બાકીની 9 બેઠકો હાલમાં પેન્ડિંગ રાખવામાં આવી છે. દિલ્હી ચૂંટણીને લઈને કોંગ્રેસ સીઈસીની આ બીજી બેઠક હતી.
અગાઉ કોંગ્રેસે તેની યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં પાર્ટીએ નરેલાથી અરુણા કુમારી, છતરપુરથી રાજીન્દર તંવર, બુરારીથી મંગેશ ત્યાગી, આદર્શ નગરથી શિવાંક સિંઘલ, બાદલીથી દેવેન્દ્ર યાદવ, સુલ્તાનપુર માજરાથી જય કિશન, નાગલાઈ જાટથી રોહિત ચૌધરી, શાલીમારબાગથી પ્રવીણ જૈન, વજીરપુરથી રાગીની નાયક, સદર બજારથી અનિલ ભારદ્વાજ, ચાંદની ચોકમાંથી મુદિત અગ્રવાલ, બલ્લીમારનથી હારૂન યુસુફ, તિલક નગરમાંથી પી.એસ.બાવાને ટિકિટ અપાઈ હતી.
આ ઉપરાંત કોંગ્રેસે દ્વારકાથી આદર્શ શાસ્ત્રી, નવી દિલ્હીથી સંદીપ દીક્ષિત, કસ્તુરબા નગરથી અભિષેક દત્ત, છતરપુરથી રાજીન્દર તંવર, આંબેડકર નગરથી જય પ્રકાશ, ગ્રેટર કૈલાશથી ગરવિત સિંઘવી, પટપડગંજથી અનિલ કુમાર,સીલમપુરથી અબ્દુલ રહેમાન, મુસ્તફાબાદથી અલી મહેદીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-