Friday, Oct 24, 2025

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર કરી ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે મૂક્યો પ્રતિબંધ

2 Min Read

કોંગ્રેસના (Congress) નેતા રણદીપ સુરજેવાલા હેમા માલિની પર ટિપ્પણી કરવા બદલ ભારે પરિણામોનો સામનો કરવો પડ્યો, ચૂંટણી પંચે તેમના પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો.

યુપીની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની પર ટિપ્પણી કરવી કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને મોંઘી પડી છે. ચૂંટણી પંચે આના પર કડક કાર્યવાહી કરી છે અને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને ૪૮ કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

વાસ્તવમાં જ્યારે રણદીપ સુરજેવાલા હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે બીજેપી નેતા અને મથુરાના સાંસદ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જોકે, બાદમાં સુરજેવાલાએ પણ આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો અને કહ્યું કે તેમનો ઈરાદો હેમા માલિનીને અપમાન કરવાનો નહોતો.

સુરજેવાલાએ એમ પણ કહ્યું હતું કે તેમના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ મામલે ૯ એપ્રિલે સુરજેવાલાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. સુરજેવાલાને જવાબ આપવા માટે ૧૧ એપ્રિલ સુધીનો સમય હતો. આ નોટિસ પર સુરજેવાલાએ કહ્યું હતું કે આ વીડિયો સાથે છેડછાડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. મારો ઈરાદો કોઈ અભિનેત્રીનું અપમાન કરવાનો નહોતો.

સુરજેવાલાના નિવેદન પર હેમા માલિનીએ કહ્યું હતું કે, જનતા મારી સાથે છે. તે (સુરજેવાલા) જે પણ ટિપ્પણી કરે છે, તેને કરવા દો. જ્યારે તેઓ ટિપ્પણી કરે છે ત્યારે શું થાય છે? મને કોઈ વાંધો નથી. હું માત્ર મારું કામ કરી રહ્યો છું.

Share This Article