મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય પીએન પાટીલનું નિધન, જાણો શું થયું હતું?

Share this story

લોકસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલનું આજે નિધન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ પીએન પાટીલનું આજે એટલે કે ૨૩ મેની વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પીએન પાટીલે ૭૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

શું થયું હતું?મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલ તેમના જીવનભર ગાંધી પરિવારના વિશ્વાસુ તરીકે જાણીતા હતા. પીએન પાટીલ ગયા રવિવારની સવારે બાથરૂમમાં લપસી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે ૪ દિવસની સારવારને અંતે આજે તેમનું નિધન થયું છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધારાસભ્ય પીએન પાટીલના પાર્થિવ દેહને તેમના વતન ગામ સડોલી ખાલસા ખાતે સવારે ૧૧ વાગ્યે લઈ જવામાં આવશે. અંતિમ સંસ્કાર સડોલી ખાલસા ખાતે જ કરવામાં આવશે.

નોંધનિય છે કે, છત્રપતિ શાહુ મહારાજ કોલ્હાપુર લોકસભા માટે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા હોઈ ધારાસભ્ય પી.એન. પાટીલે કરવીર મતવિસ્તારની સાથે જંજાવતી જિલ્લામાં પ્રચાર કર્યો હતો. છ વિધાનસભા મતવિસ્તારોમાંથી કોલ્હાપુર લોકસભામાં સૌથી વધુ ૮૦ ટકા મતદાન થયું હતું. પાટીલ કરવીર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેથી તેમણે એકલા હાથે આ વિસ્તારમાં પ્રચારનો હવાલો સંભાળ્યો હતો. પાટીલનું નામ લોકસભા ચૂંટણી માટે પણ ચર્ચામાં હતું. જોકે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો :-