કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આપ્યું રાજીનામું, જાણો કારણ ?

Share this story

લોકસભા ચૂંટણીના પરિણામો થોડા અઠવાડિયા પહેલા જાહેર થયા હતા. આ ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો પણ તેમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એકવાર ફરી NDA ની સરકાર બની ગઇ. છેલ્લી બે લોકસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે. જોકે, કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન પશ્ચિમ બંગાળમાં નબળું રહ્યું છે. અહી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ સીટ જીતી શકી નથી. અધીર રંજન ચૌધરી એ પોતે બહેરામપુર લોકસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંગાળમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા અધીર રંજન ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી પરથી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ અદાણી-અંબાણીને લઈને આપેલું નિવેદન ચર્ચામાં | Congress Neta Adhir Ranjan Chaudhari ae Adani-Ambani ne Laine Aapelu Nivedan Charchamaમળતી માહિતી મુજબ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું છે કે અધીર રંજને લોકસભા ચૂંટણીમાં હાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી અધીર ચૌધરીના રાજીનામા અંગે કોઈ નિર્ણય લીધો નથી. એક પ્રશ્ન એ પણ ઊભો થયો કે ડાબેરી પક્ષો સાથે જોડાણ કરવાનો નિર્ણય ઉપરથી લાદવામાં આવ્યો હતો. આ માટે પાયાના સ્તરના નેતાઓ અને રાજ્યના મોટા નેતાઓને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પરિણામોની સમીક્ષા માટેની બેઠકમાં જિલ્લા પ્રમુખોએ ગઠબંધન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેના માટે કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે અધીર રંજન ચૌધરી પોતે CPM સાથે ગઠબંધનના પક્ષમાં છે. એવું કહેવાય છે કે તેઓ ઉત્તર બંગાળ અને પોતાના જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે CPMનો સહારો લે છે.

આ પણ વાંચો :-