જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે. લોકોની આંખો નામ છે. આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. આતંકી હુમલા બાદ સેના પહલગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ છોડીને પરત ફર્યા હતા અને અહીં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત તમામ ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકો ક્યાંના હતા
| ક્ર. | મૃતકોનું નામ | રાજ્ય/શહેર |
| 1 | શુભમ દ્વિવેદી | ઉત્તર પ્રદેશ |
| 2 | સુશીલ નેથાનિયલ | મધ્ય પ્રદેશ |
| 3 | નીરજ ઉધવાણી | ઉત્તરાખંડ |
| 4 | યેન. રામચંદ્ર | કેરળ |
| 5 | મુનિષ રંજન | બિહાર |
| 6 | દિનેશ અગ્રવાલ | ચંદીગઢ |
| 7 | દિલીપ દસાલી | મહારાષ્ટ્ર |
| 8 | બિટન અધિકારી | કોલકાતા |
| 9 | હેમંત સુહાસ | મુંબઈ |
| 10 | સંજય લક્ષ્મણ | મુંબઈ |
| 11 | વિનય નરવાલ | હરિયાણા |
| 12 | અતુલ શ્રીકાંત | થાણે |
| 13 | પ્રશાંત સત્પથી | ઓડિશા |
| 14 | સમીર ગુહાર | કોલકાતા |
| 15 | દિલીપ દસાલી | મુંબઈ |
| 16 | જે.સચચંદ્ર | વિશાખાપટ્ટનમ |
| 17 | M. સોમીસેટ્ટી | બેંગ્લોર |
| 18 | સંતોષ | મહારાષ્ટ્ર |
| 19 | મંજુનાથ રાવ | કર્ણાટક |
| 20 | કસ્તુરબા ગાન્વોટે | મહારાષ્ટ્ર |
| 21 | ભારત ભૂષણ | બેંગ્લોર |
| 22 | સુમિત | ભાવનગર |
| 23 | યતીશ | ભાવનગર |
| 24 | શૈલેષભાઈ | સુરત |
| 25 | ટાગેહેલિંગ | અરુણાચલ પ્રદેશ |
| 26 | M. સોમીસેટ્ટી | બેંગલુરુ |
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, “ભારે હૃદય સાથે, હું પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને મારી અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારત આતંક સામે ઝુકશે નહીં. આ ઘાતકી આતંકવાદી હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”
મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં એક મુખ્ય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. શાહ હુમલાના કલાકોમાં મંગળવારે રાત્રે અહીં પહોંચ્યા એ હતા અને પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાતે પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ગૃહમંત્રીએ સુરક્ષા સમીક્ષા બેઠકની પણ અધ્યક્ષતા કરી હતી, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર પણ હાજર હતા.