સુરત રાજ્યના સરકારના અધિકારી અને કર્મચારીઓને બેંક ઓફ બરોડાના કસ્ટમાઇઝડ સેલરી ખાતા શરૂ કરવા અને તેના વિવિધ લાભો મળી રહે તેવા શુભ આશયથી જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર ડો.સૌરભ પારધી અને બેંક ઓફ બરોડાના રીજનલ હેડશ્રી મુકેશ નવલ આદર્શએ જિલ્લા કલેકટર કચેરી ખાતે “બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ” અંતર્ગત મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા.
આ એમઓયુ પર હસ્તાક્ષર થતા સરકારી અધિકારી અને કર્મચારીઓને બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ અંતર્ગત નાણાકીય સુવિધા અને આધુનિક બેન્કિંગ સુવિધાઓનો વિશેષ લાભ મળશે.
રાજય સરકારના અધિકારી-કર્મચારીઓને નીચે મુજબના લાભો અને સુરક્ષા કવચ પ્રાપ્ત થશે.
- બેંક ઓફ બરોડામાં પગાર જમા થવાથી અધિકારી અને કર્મચારીઓને રૂ.૧.૨૫ કરોડનો વ્યક્તિગત અકસ્માત વીમો, (દરેક પગાર શ્રેણી માટે).
- હવાઈ દુર્ઘટનામાં વ્યક્તિગત અકસ્માત કવર રૂપિયા બે કરોડ.
- અકસ્માતમાં પૂર્ણ વિકલાંગતા પામેલ કર્મચારી ને રૂા. એક કરોડ મળવાપાત્ર
- આંશિક વિકલાંગતા પામેલ કર્મચારીઓને રૂા.૭૫ લાખ મળવાપાત્ર.
- રૂા.૧૦ લાખનું જીવન વીમા કવર
- રૂા.૬૦,૦૦૦ નો હોસ્પિટલ કેશ બેનિફિટ (દરરોજ રૂ.૨૦૦૦ લેખે એક વર્ષમાં મહતમ ૩૦ દિવસ સુધી )
- રૂા.૧૦ લાખ દીકરીના મેરેજ ખર્ચ માટે.
- રૂા.૧૦ લાખ સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે ત્રણ લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા
- આજીવન એટીએમ કાર્ડ ફ્રી, કોઈ પણ એટીએમમાંથી અમર્યાદિત ઉપાડની સુવિઘા
- આજીવન ક્રેડિટ કાર્ડ ફ્રી.
- લોન તથા લોકર અને બીજા બેન્ક ચાર્જીસ પર છૂટછાટ જેવા ઘણા લાભો પ્રાપ્ત થશે.
- કોઈ મીનીમમ બેલેન્સની જરૂરિયાત નહી
આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી દિનેશ રોહિત અને બેંક ઓફ બરોડા ની રિજિયોનલ ટીમ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ MOU થી જે અધિકારી અને કર્મચારીઓ પોતાનું સેલરી ખાતું બેંક ઓફ બરોડામાં ખોલાવવા ઉત્સુક હોય તેમણે નજીકની બેંક શાખાનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અવસરે બેંક ઓફ બરોડાના સુરત સિટીના રીજનલ હેડ શ્રી મુકેશ નવલે જણાવ્યું હતું કે, બેંક ૧૯૦૮ થી દેશના ગ્રાહકોની સેવામાં સમર્પિત છે આ એમઓયુ થી બેંકને સરકારી કર્મચારીઓને વધુ સારી સુવિધા આપવાની તક મળશે. વધુમાં વધુ કર્મચારી તથા અધિકારીશ્રીઓને બરોડા સેલરી પેકેજનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. બેંક દ્વારા કેમ્પેઇન મોડ ઉપર દરેકનું ખાતું ખોલી આપવાની વ્યવસ્થા બેક દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.