Sunday, Dec 7, 2025

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, બે દિવસ વરસાદની આગાહી

2 Min Read

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારે બરફ વર્ષા થઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વહેલી સવાર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહે છે. ગુજરાતને અડીને આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મિર જેવો માહોલ છે. અહીં તાપમાન માઈનસમાં પહોંચતા બરફની સફેદ ચાદર છવાઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.

આજે સવારના સમયે વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. ધુમ્મસ કારણે વિઝિબિલિટી પર અસર જોવા મળી છે. હવામાન વિભાગે આવતી કાલથી બે દિવસ માટે વરસાદની આગાહી પણ કરી છે. કાલે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર પણ વધવાનું છે. એટલું જ નહીં પરંતુ માવઠાના વરસાદ સાથે અત્યારે કરા પડવાની સંભાવના વર્તાઈ રહીં છે.

ગુજરાતમાં એક તરફ ગાત્રો થીજવથી ઠંડી પડી રહી છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં બે ડિગ્રી તાપમાન ઉચકાયું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારે દિવસ દરમિયાન અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે 27 અને 28 ડિસેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 27 અને 28 ડિસેમ્બર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી અને દમણમાં વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંક સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ અને કચ્છમાં પણ માવઠાની આગાહી છે.

આ પણ વાંચો :-

Share This Article