Thursday, Oct 23, 2025

ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્યો, જાણો હવામાન વિભાગની આગાહી

2 Min Read

ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં તાપમાન નીચું જતાં જ ઠંડીનો જારદાર ચમકારો અનુભવાયો હતો. ઘણા સમય બાદ ઠંડીનું જોર નહિવત પ્રમાણમાં રહેતા પારો ત્રણ ડિગ્રી જંપ લગાવ્યો છે. જ્યારે બીજી તરફ દિવસ દરમિયાન 14 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે શહેરીજનોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. વાતાવરણ ઠીડી રહેતા તાપમાનમાં પણ નોંધપાત્ર 2.2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં તાપમાન ગગડી રહ્યું છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં 12.4 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહ્યું હતું. જેમાં નલિયા 12.4 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.5 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.4 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, વડોદારમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે શહેરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના તાપમાન અંગે વાત કરીએ તો શહેરમાં 15.4 ડિગ્રી લઘુતમ અને 29 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાયું હતું. આમ અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રીની નજીક પહોંચી ગઈ હતી. ઠંડીના પગલે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો પણ સર્જાય છે. ઠેરઠેર તાપણા પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article