સીએમ યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા, કહ્યું કે તપાસ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

Share this story

ઉત્તર પ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં ૧૨૧ ભક્તોનાં મોતથી સૌ કોઈ આઘાત પામી ગયા છે. SDMએ હવે આ અકસ્માતનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કર્યો હતો. એ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સત્સંગની સમાપ્તિ પછી ભક્તો ભોલે બાબા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમના સેવકો અને અંગત ગાર્ડ્સ (બ્લેક કમાન્ડો) જાતે જ ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા જેના લીધે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી.

સીએમ યોગીએ હાથરસ દુર્ઘટનામાં મોત પાછળ માત્ર અકસ્માત જ નહીં પરંતુ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. બુધવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ સીએમ યોગીએ પણ આ ઘટનાની ન્યાયિક તપાસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હાઈકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવામાં આવશે અને જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ માટે અલીગઢ એડીજીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.

યોગીએ કહ્યું કે આ પ્રકારની ઘટના માત્ર અકસ્માત ન હોઈ શકે તે વાતને અવગણી શકાય નહીં. જો અકસ્માત થાય તો પણ તેની પાછળ જવાબદાર કોણ? જો ઘટના બની હોય અને અકસ્માત ન હોય તો તે ષડયંત્ર છે. આ ષડયંત્ર પાછળ કોણ છે તે જાણવા અમે ન્યાયિક તપાસ કરીશું. તેની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે. જેમાં વહીવટીતંત્ર અને પોલીસના નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થશે અને સમગ્ર ઘટનાની તપાસ કરશે. જે પણ દોષિત હશે તેને સજા કરવામાં આવશે અને ઘટના ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે. ન્યાયિક તપાસ માટે આજે જ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો :-