દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી સીએમ અરવિંદ કેજરીવાલને ફટકાર્યા બાદ આજે મુખ્યમંત્રી કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે EDના સમન્સ મામલે ૧૫ હજારના બોન્ડ સાથે કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે અદાલતના સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને વચગાળાની રાહત માટેની તેમની અરજી પર સ્થગિત કરવાની કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી હતી. કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર રહેવામાંથી મુક્તિ માટે નીચલી કોર્ટમાં જવા કહ્યુ હતું. કેજરીવાલે દારૂ નીતિમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા EDની ફરિયાદ પર તેમને સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો.
કોર્ટે સમન્સ પર કોઈ સ્ટે મૂક્યો નથી જેમાં તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેને લઇ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું કે જો કેજરીવાલ મુક્તિ ઈચ્છે છે, તો તેમણે સમન્સને લઇ હાજર થવું પડશે. કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેજરીવાલે હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે જો તેને રુબરુ હાજરીમાંથી મુક્તિ જોઈતી હોય તો સંબંધિત કોર્ટ સમક્ષ રજુઆત કરી શકે છે. આજે કેજરીવાલ હાજર રહેતા તેમને જામીન મળી ગયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું કે તેમને ડર છે કે જો જૂની પ્રક્રિયા પાછી આવશે તો કાળું નાણું પાછું આવશે. તેમણે કહ્યું કે રાજનીતિમાં કાળાં નાણાંને ખતમ કરવાની દિશામાં એક પગલું છે. ચૂંટણી કમિશ્નરોની નિમણૂક થયા બાદ આજે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. કોન્ફરન્સ થકી ચૂંટણી પંચ લોકસભાની તારીખો જાહેર થશે. આ સિવાય ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે.
EDએ ગુરુવારે કોર્ટમાં જારી કરાયેલા સમન્સ સામે અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ ખુદ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ ૧૬ માર્ચે હાજર થશે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી બે અલગ-અલગ ફરિયાદો વિરુદ્ધ કેજરીવાલની અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી. EDએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં અનેક સમન્સ છતાં તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર નથી થઈ રહ્યા. કેજરીવાલના વકીલની દલીલોનો જવાબ આપતા કહ્યું કે કોર્ટ સમક્ષ ફરિયાદ સંબંધિત સરકારી કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવી નથી અને તે ગેરકાયદેસર છે.
આ પણ વાંચો :-