Saturday, Sep 13, 2025

સિક્કિમમાં વાદળ ફાટ્તા, ૨૩ જવાનો લાપતા

2 Min Read

સિક્કિમમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ઘાટીમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું. ઘાટીમાં કેટલાક સૈન્ય સ્થાપનોને અસર થઈ છે. આ દરમિયાન સેનાના ૨૩ જવાનો લાપતા છે. પાણીના પ્રવાહથી તેઓ વહી જવાની સંભાવના છે. ઘણા લોકોના ઘર અને વાહનો કાદવમાં ગરકાવ થઈ ગયા છે. સેનાના જવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સિક્કિમના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રસ્તાઓ, ડેમ, પુલ તમામને ભારે નુકસાન થયું છે. ત્રિપુરામાં ગત રાત્રિથી સતત ભારે વરસાદ ચાલુ છે. તિસ્તા નદીનું જળસ્તર રાતોરાત ખતરનાક સ્તરે પહોંચી જતાં ખળભળાટ મચી ગયો છે. સંરક્ષણ PRO જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક ૧૫-૨૦ ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. જેના કારણે સિંગથામ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા આર્મીના વાહનોને અસર થઈ રહી છે.

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરને પગલે ૨૩ સૈનિકો ગુમ થયાબાદ, ત્યાં બાબતે અમારી સરકાર પાસેથી મદદ માંગવામાં આવે તો એકતા અને વચન વ્યક્ત કરીને, હું ઉત્તર બંગાળના તમામ સંબંધિતોને આપત્તિઓને રોકવા માટે વર્તમાન સિઝનમાં મહત્તમ તકેદારી રાખવા વિનંતી કરું છું. મેં પહેલાથી જ મારા મુખ્ય સચિવને આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાના પગલાંને વહેલામાં વહેલી તકે સંકલન કરવા કહ્યું છે. કાલિમપોંગ, દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે.

રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને વરિષ્ઠ IAS અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવા ઉત્તર બંગાળ મોકલવામાં આવ્યા છે. આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન ન થાય તે માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

Share This Article