છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુરના સરહદી વિસ્તારોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે અથડામણ જોવા મળી છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં જવાનોએ 9 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલીઓના મૃતદેહની સાથે ઘટનાસ્થળેથી SLR, 303 અને 12 બોરના હથિયારો પણ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવાર 3 સપ્ટેમ્બરના રોજ જ્યારે સુરક્ષા દળો પેટ્રોલિંગ પર નીકળી રહ્યા હતા ત્યારે તેમને પશ્ચિમ બસ્તર ડિવીઝનમાં માઓવાદીઓની હિલચાલ હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ મંગળવારે સવારે 10.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું.
મળતી માહિતી મુજબ છત્તીસગઢના પશ્ચિમ બસ્તર ડિવિઝનમાં માઓવાદીઓની હાજરીની સૂચના મળતાં પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 3 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10:30 વાગ્યે સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસનો PLGA કંપની નંબર 02 ના નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ. બંને બાજુથી ગોળીબાર થવા લાગ્યા. જેમાં સૈનિકો બહાદુરીપૂર્વક નક્સલવાદીઓ સામે લડી રહ્યા છે. આ ઓપરેશનમાં સામેલ તમામ સૈનિકો સુરક્ષિત છે.
નકસલીઓ સાથેની અથડામણાં 9 નક્સલીઓ માર્યા ગયા છે. સૈનિકોનું હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.
આ પણ વાંચો :-