જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ વિસ્તારમાં હજું પણ ઓપરેશન ચાલુ છે. વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સેનાના જવાનો સતત આતંકવાદીઓની તલાશ કરી રહ્યા છે.

કુલગામના મોદરગામ વિસ્તારમાં સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કુલગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્તચર માહિતી મળી હતી. આ પછી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર સહિત બે બોર્ડર સિક્યુરિટી ફોર્સ સૈનિકો શહીદ થયા હતા. વાહન રસ્તા પરથી લપસીને કઠુઆ જિલ્લાના રાજબાગ પાસે ઉઝ નહેરમાં પડી ગયું. આ અકસ્માતમાં હિમાચલ પ્રદેશના રહેવાસી એએસઆઈ પરશોતમ સિંહ શહીદ થયા હતા, જ્યારે તેમના બે સાથીદારોનો આબાદ બચાવ થયો હતો.જસરોટાથી રાજબાગ જતી વખતે પરશોતમ સિંહ કાર ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં ગત મહિને અનેક મોટા આતંકવાદી હુમલા થયા હતા. રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. ૯ જૂનના રોજ રિયાસી હુમલામાં ૯ શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે ૭ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ હુમલામાં CRPFનો એક જવાન પણ શહીદ થઈ ગયો હતો. બીજી તરફ કઠુઆમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો :-