પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી બોયસ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહીતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા NSUI અને પાટણ કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે આજે ધારાસભ્ય સહીત NSUIના સભ્યો HNG યુનિવર્સિટીમાં ભૂખ હરતાલ પાર ઉતાર્યા હતા.
HNGUમાં MLA કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. HNGUના દરવાજા બંધ કરી દેતા, MLAએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે સમર્થકોને અટકાવતા ધારાસભ્યએ દાદાગીરી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીનો કોલર પકડીને MLA કિરીટ પટેલ અપશબ્દો બોલ્યા હોવાનું પોલીસે કહ્યું છે. દાદાગીરી બાદ લાજવાને બદલે ગાજ્યા ધારાસભ્ય. પોલીસે દાદાગીરી કરી એટલે અમે દાદાગીરી કરી તેમ MLA કિરીટ પટેલે જણાવ્યું હતું.
ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે વર્ષોથી કુલપતિઓની મહેનતથી HNG યુનિવર્સિટી વિશ્વ લેવલે નામે લેવલે નામ ધરાવતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી ભાજપના શાસનમાં માત્ર ભષ્ટાચારી કુલપતિઓની નિમણુક થાય છે. આગાઉ કુલપતિ જે. જે. વેરાની પણ રાજ્ય સરકારની ચીફ સેક્રેટરીની કમિટી ગેરરીતિ સાબિત થઇ છે. આ ઉપરાંત ઉત્તરવહીનું કૌભાંડ હોય કે કોઈપણ કૌભાંડ હોય આ લોકોની કારગીરી ચાલે છે. જેના લીધે વિદ્યાર્થીઓમાં ભય છે.
8 ડિસેમ્બરને રવિવારે રાત્રે HNG યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા બાસ્કેટ બોલના ખેલાડીઓની દારૂની મહેફિલ માણી હતી. ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતાં દાદાગીરી કરી તેમને રૂમમાં પુરી ભગવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવા જતાં રેક્ટર ઉપર મર્સીડીઝ બેન્ઝ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેતાં ગાડી ઉભી રાખતાં આણંદના ત્રણ ખેલાડીને પકડી પોલીસે જાણ કરતાં પોલીસે સ્થળ પર આવી ત્રણેયને પોલીસ મથકે લવાયા હતા .
આ પણ વાંચો :-