ભારત અને ઈરાને ચાબહાર બંદરને લઈને સોમવારે દસ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેના થોડા જ કલાકો બાદ અમેરિકાએ ચેતવણી આપી કે કોઈ પણ તહેરાનની સાથે વ્યાપારિક કરાર કરવાનો વિચાર બનાવી રહ્યા છે તો તેને સંભવિત પ્રતિબંધના જોખમ વિશે જાણ હોવી જોઈએ. જો કે બીજી તરફ અમેરિકાએ આ ડીલને લઈને બહુ સકારાત્મક વલણ દાખવ્યું નથી. અમેરિકાએ પણ આ ડીલને લઈને પ્રતિબંધોના સંકેત અને ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, જે પણ દેશ ઈરાન સાથે વેપાર સોદો કરે છે તેના પર પ્રતિબંધોનું જોખમ છે.
ભારતનો આ સોદો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે મધ્ય એશિયામાં ભારતનો રસ્તો સીધો અને સરળ બનાવશે. ઈરાન સાથેનો આ કરાર પ્રાદેશિક જોડાણ અને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયા સાથે ભારતના સંબંધોને વેગ આપશે. આ પહેલીવાર છે જ્યારે ભારત કોઈ વિદેશી બંદરનું સંચાલન સંભાળી રહ્યું છે. ભારતે આ બંદર પર નિયંત્રણ મેળવવું એ પાકિસ્તાનના ગ્વાદર બંદરતેમજ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો પ્રતિસાદ છે.
ભારતીય વેપારીઓ અને રોકાણકારોને મધ્ય એશિયા સુધી સીધો પ્રવેશ મેળવવામાં પણ મદદ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાબહાર પોર્ટ દ્વારા ભારતથી મધ્ય એશિયામાં માલ મોકલવામાં લાગતો સમય એક તૃતીયાંશ ઓછો થઈ જશે. ચાબહાર પોર્ટ પર નિયંત્રણ મેળવવાથી ભારતને આયર્ન ઓર, ખાંડ અને ચોખાની આયાતમાં વધારો મળશે.
દૈનિક પત્રકાર પરિષદમાં વેદાંત પટેલને ચાબહાર પોર્ટને લઈને ઈરાન-ભારત કરાર વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે વેદાંત પટેલે કહ્યું હતું કે, ઈરાન પર અમેરિકન પ્રતિબંધો લાગુ છે અને અમે તેને જાળવી રાખીશું. કોઈપણ એન્ટિટી, કોઈપણ દેશ કે જે ઈરાન સાથે વેપાર સોદો વિચારી રહ્યું છે, તેણે સંભવિત જોખમો અને પ્રતિબંધોથી વાકેફ હોવું જોઈએ.
આ પણ વાંચો :-