સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલો પર રેડ કરી છે. આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. તેમના પર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે.
મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે.
મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે.