Sunday, Sep 14, 2025

કેશ ફૉર ક્વેરીના કેસમાં સાંસદ મહુઆ મોઇત્રાના નિવાસસ્થાન પર CBIના દરોડા

2 Min Read

આજે CBIની ટીમે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સસ્પેન્ડેડ સાંસદ મહુઆ મોઈત્રાના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. કોલકાતામાં તેના નિવાસસ્થાન અને અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સંસદમાં પૈસાના બદલામાં સવાલ પૂછવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. મોઇત્રાને ગયા વર્ષે ૮ ડિસેમ્બરે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી કથિત રીતે ભેટ સ્વીકારવા અને સંસદની વેબસાઇટનો ‘યુઝર આઈડી અને પાસવર્ડ’ તેમની સાથે શેર કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. અને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.

BJP MP claims CBI probe ordered against Mahua Moitra | સીબીઆઇનું સ્વાગત છે, મારાં શૂઝની ગણતરી કરવાભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલના નિર્દેશો પર કાર્યવાહી કરતા, CBIએ ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં FIR નોંધી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે દ્વારા મોઇત્રા પર લગાવવામાં આવેલા આરોપો પર CBIની પ્રાથમિક તપાસના તારણો મળ્યા બાદ લોકપાલે એજન્સીને સૂચનાઓ જારી કરી છે. લોકપાલે CBIને મોઇત્રા સામેની ફરિયાદોના તમામ પાસાઓની તપાસ કર્યા બાદ છ મહિનાની અંદર આ કેસમાં તેના તારણો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મહુઆ મોઇત્રાએ ગૃહમાં પ્રશ્નો પૂછવામાં ભ્રષ્ટાચારના આરોપો અંગે CBIની પ્રશ્નાવલીનો જવાબ મોકલ્યો હતો. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. CBI લોકપાલના નિર્દેશો પર મોઇત્રા સામેના આરોપોની પ્રાથમિક તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ જ કેસમાં વકીલ જય દેહાદરાય અને બિઝનેસમેન દર્શન હિરાનંદાનીની પણ પૂછપરછ કરી છે.

આ પણ વાંચો :-
Share This Article