ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. ઈનોવા કાર કન્ટેનર સાથે ટકરાયા બાદ ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 7 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરાયેલ છે, જેની હાલત નાજુક હોવાનું તબીબોનું કહેવું છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 2 વાગે દેહરાદૂનના ONGC ચારરસ્તા પાસે થઈ હતી. અહીં સાત છોકરા-છોકરીઓ એકસાથે કારમાં બેસીને નીકળ્યા હતા, જેમાંથી ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓના મોત થયા હતા. કારમાં સવાર તમામ લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલી છોકરીઓમાં ગુનીત તેજ પ્રકાશ સિંહ (19), નવ્યા ગોયલ પલ્લવ ગોયલ (23) અને કામાક્ષી તુષાર સિંઘલ (20)નો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવતીઓ દેહરાદૂન શહેરના અલગ-અલગ વિસ્તારની રહેવાસી હતી. આ સિવાય મૃત્યુ પામેલા છોકરાઓની ઓળખ કુણાલ કુકરેજા S/O જસવીર કુકરેજા (23), અતુલ અગ્રવાલ S/O સુનિલ અગ્રવાલ (24) અને રિષભ જૈન S/O તરુણ જૈન (24) તરીકે થઈ છે. તેમાંથી કુણાલ કુકરેજા હિમાચલના ચંબાના રહેવાસી હતા, જ્યારે બાકીના લોકો દેહરાદૂનના રહેવાસી હતા.
આ પણ વાંચો :-