રાજસ્થાનના કરૌલીમાં એક કાર અકસ્માત થયો હતો. કાર અને બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. મૂળ ઈન્દોરના વતની વર્ષોથી ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો. આ પરિવાર રાજસ્થાન દર્શનાર્થે ગયો હતો. રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા. આ દરમિયાન જ કાર અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં આખો પરિવાર સાફ થઈ ગયો હતો.
માહિતી અનુસાર બસ અને કાર વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી પીડિતોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાયા હતા. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનીતા, દીકરો ખુશદેવ, દીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટ તરીકે થઇ છે. આ બધા લોકોની ઓળખ તેમના આધારકાર્ડના આધારે જાહેર કરાઈ હતી.
આ મામલે કરૌલી જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાએ કહ્યું કે તમામ મૃતકો એક જ પરિવારના છે. તેઓ તમામ કૈલા દેવી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. આ સાથે બસમાં સવાર અન્ય 15ને પણ ગંભીર ઈજાઓ થઇ છે. જેમની હાલ સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો :-