૨૪,૭૦૦ શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર જાહેર, જાણો આ છે નવા નિયમ ?

Share this story

રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે ૧૮ અને ૧૯ જૂન, ૨૦૨૪ના રોજ ગાંધીનગરમાં આક્રમક બની ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલના ૨૪ જ કલાકમાં રાજ્ય સરકારે ૭૫૦૦ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે વધુ ૧૭,૨૦૦ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બન્ને નિર્ણય મળી ૨૪,૭૦૦ શિક્ષકોની ભરતી થશે. રાજ્યમાં હાલ ૪૨,૭૫૯ જગ્યા ખાલી છે જેમાં ૨૪,૭૦૦ જગ્યા ભરી રહ્યા છે. જેથી ૧૮,૦૫૯ જગ્યા હજુ પણ ખાલી રહેશે.

શબ્દ કદાચ સડેલો હોઈ શકે પણ સમગ્ર રાજ્યનું શિક્ષણ આવુ ના હોઈ શકેઃ મંત્રી ઋષિકેશ પટેલપ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ૭૫૦૦ શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ એમાં વધારો કરીને વધુ ૧૭,૨૦૦ શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ મળી ૨૪,૭૦૦ નવીન શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે સમય પત્રક બનાવ્યું છે. આજ સુધીના સમયમાં સૌથી મોટી ભરતી કરી રહ્યા છીએ. વિવિધ તબક્કામાં ૧૨માં(ડિસેમ્બર)મહિના સુધી તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરીશું. ૨૦૧૧થી ૨૦૨૩ સુધી જેટલી ટેટની પરીક્ષા લેવાઈ છે તે માન્ય ગણીને ભરતી કરવામાં આવશે. જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે. ૨૯ જુલાઈ, ૨૦૨૩ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ ૨૦૨૩માં લેવાયેલી દ્વિસ્તરીય અભિરુચિ કસોટીને ધ્યાનમાં લેવાશે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ ૨૦૨૩માં TET-૧ અને TET-૨ પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે. એટલું જ નહીં, વર્ષ-૨૦૨૩ પહેલા TET-1 અને TET-૨ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-૨૦૨૩ પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૮,૩૮૨ શિક્ષકની કાયમી ભરતી વધુ વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ ૯ અને ધોરણ ૧૦ની સરકારી શાળામાં કુલ ૫૦૦ અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં ૩,૦૦૦ એમ કુલ ૩૫૦૦ TAT-૧ પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ ૧૧અને ધોરણ ૧૨માં સરકારી શાળામાં ૭૫૦ અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં ૩૨,૫૦૦ એમ મળીને TAT-૨ના કુલ ૪૦૦૦ જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં ૧૫૦૦ જેટલા HMAT પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષમાં કુલ ૧૮,૩૮૨ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-