રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે જેમાં PM મોદીના કાર્યક્રમો સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. PM મોદીના 28 ઓક્ટોબર તથા એકતા દિવસ કાર્યક્રમો બાબતે ચર્ચા કરાશે. ઉપરાંત રાજ્યમાં અતિવૃષ્ટિ બાદ બાકી સહાય સંદર્ભે તથા કૃષિ વિભાગે સર્વે પૂર્ણ કર્યા બાદ સહાય સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં યુરીયા ખાતરની ઘટ સંદર્ભે પણ ચર્ચા થશે તો રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્ર પ્રવાસ હોવાથી બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ કેબિનેટમાં હાજર રહ્યા નથી. બેઠકમાં પીએમ મોદી ના કાર્યક્રમો સંદર્ભે સમીક્ષા કરવામાં આવી રહી છે. પીએમ મોદી ના ૨૮ ઓક્ટોબર તથા એકતા દિવસ કાર્યક્રમો બાબતે આ ચર્ચા થઇ રહી છે.
બીજી તરફ સરકારે મધ્યાહન ભોજનના સુપરવાઇઝરના માસિક વેતનમાં વધારો કર્યો છે. કરાર આધારીત સુપરવાઇઝરનું વેતન 25 હજાર કરાયું છે. ઉલ્લેખનિય છે કે સુપરવાઇઝરને અગાઉ 15 હજાર રુપિયા વેતન અપાતું હતું . આ કર્મચારીઓને ઓક્ટોબર માસના વેતનથી લાભ મળશે. આ મામલે શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર કર્યો છે.
આ પણ વાંચો :-