સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભારતીય ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઇન્ડિયા પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર (BPM) અને મદદનીશ શાખા પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતીય ટપાલ વિભાગે ૪૪૨૨૮ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ, indiapostgdsonline.gov.in પર અરજી કરી શકે છે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ. ઇન્ડિયા પોસ્ટ ભરતી ગ્રામીણ ડાક સેવક માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ૫ ઓગસ્ટ ૨૦૨૪ છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઇન્ડિયા પોસ્ટ ભરતી અંગે અગત્યની માહિતી
| સંસ્થા | ઇન્ડિયા પોસ્ટ વિભાગ |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | ૪૪૨૨૮ |
| વય મર્યાદા | ૧૮થી ૩૨ વર્ષ વચ્ચે |
| ગુજરાતમાં ક્યાં કેટલી જગ્યા | https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D06.aspx |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૫ ઓગસ્ટ ૨૦૨૪ |
એબીપીએમ-જીડીએસ માટે પગાર ધોરણ રૂ.૧૦૦૦૦થી ૨૪૪૭૦ પ્રતિ માસ છે. જ્યારે બીપીએમ માટે પગાર ધોરણે રૂ. ૧૨૦૦૦થી ૨૯૩૮૦ પ્રતિ માસ છે. ઉલ્લેખનીય છે, ગ્રામીણ ડાક સેવક સરકારના કાયમી કર્મચારી નથી. ઓનલાઈન ફોર્મ માટે રૂ. ૧૦૦ અરજી ફી પેટે ચૂકવવાના રહેશે. જેમાં એસસી, એસટી, પીડબ્લ્યૂડી, મહિલા, ટ્રાન્સજેન્ડરએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
આ પણ વાંચો :-