Thursday, Oct 30, 2025

બજેટ સત્રની જાહેરાત: ૨૩ જુલાઇએ બજેટ રજૂ કરશે નાણાંમંત્રી સીતારમણ

2 Min Read

દેશમાં ૧૮મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૪ની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. વાસ્તવમાં, ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ યોજાઈ હતી અને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધિત કરી હતી. હવે તમામની નજર બજેટ સત્ર પર છે. સંસદનું સત્ર ૨૨ જુલાઈથી ૧૨ ઓગસ્ટ સુધી ચાલશે.

Budget 2021: Full Text of Finance Minister Nirmala Sitharaman's First Paperless Budget Speech | India.com

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના X હેન્ડલ પર આ અંગેની જાણકારી આપતા પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર ભારતના માનનિય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર, ૨૦૨૪ માટે સંસદના બંને ગૃહોને ૨૨ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય બજેટ ૨૩ જૂલાઇના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, કારણ કે, તે સામાન્ય ચૂંટણીનું વર્ષ હતું. તેણી સળંગ સાતમું બજેટ રજૂ કરશે, જેથી તે આવું કરનાર ઇતિહાસમાં પ્રથમ નાણાંમંત્રી બનશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દેશે.

કેન્દ્રિય બજેટ૨૦૨૪ની તારીખો જાહેર થવાની સાથે અટકળો ચાલી રહી છે કે, નાણા મંત્રી મોદી સરકાર ૩.૦ અંતર્ગત કરદાતાઓ માટે અમુક લાભોની જાહેરાત કરી શકે છે. એક મીડિયા એજન્સીએ બે સરકારી અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કેન્દ્રિય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબ્સિડી વધારવા અંગે વિચારી રહી છે. જેમાં પાછલા વર્ષની તુલનામાં ૫૦ ટકા સુધીની વૃદ્ધિ થવાની શક્યતા છે. જે વધીને ૬.૫ બિલિયન (અબજ) અમેરિકી ડોલરથી વધુ થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article