ગુજરાતમાં ડિસેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ગુજરાતમાં ઠંડીએ ફૂલ સ્પીડ પકડી છે. રાજ્યમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચવા આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી પડવાથી લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો.

અમદાવાદ શહેરમાં તાપમાન 13.2 ડિગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ડીસામાં 12.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાતા શિયાળાની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 4.7 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. શુક્રવારના રોજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું જે આજે ઘટીને 13.2 ડિગ્રી થઈ ગયું છે. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.
રાજ્યના તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જેમાં બે દિવસ પહેલા જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જોકે ફરી બે દિવસથી રાજ્યના તમામ શહેરમાં અચાનક અને ખૂબ ઝડપથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે.
ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો ત્યારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં હજી પણ વધારે હાડ થીજવતી ઠંડી પડશે.
આ પણ વાંચો :-