સુરતના ગડોદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું છે. પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી છે. ગોળી વાગતા વેપારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો છે. ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં દિવસદાઢે ગોળીબાર: યાર્ન વેપારીની પીઠમાં વાગી ગોળી, પોલીસ તપાસ શરૂ