હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને તેમના હાથમાં ભગવદ ગીતા અને બાઈબલ બંને સાથે પદના શપથ લીધા છે. આ પ્રતીકાત્મક કાર્ય વિવિધ ધર્મો માટે તેમનો આદર દર્શાવે છે. તેમના સમાવેશી અભિગમ માટે જાણીતા, બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં ગીતા પર ચર્ચા કરનાર પ્રથમ સાંસદ તરીકે ઈતિહાસ રચ્યો હતો. બ્લેકમેનનો હાથમાં ગીતા અને બાઈબલ સાથે શપથ લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શિવાની રાજાએ તેના શપથ ગ્રહણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેણે હજારો ભારતીયોના દિલ જીતી લીધા છે. વીડિયો પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું કે, લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવી એ સન્માનની વાત છે. મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રતિ શપથ લેતી વખતે ગર્વની લાગણી થાય છે.
શિવાની રાજાએ ૧૪,૫૨૬ મત મેળવ્યા હતા અને વિપક્ષી ઉમેદવાર રાજેશ અગ્રવાલને ૪,૪૨૬ મતોથી હરાવ્યા હતા. જો કે, આ સીટ ૧૯૮૭થી લેબર પાર્ટીનો ગઢ રહેલી છે, પરંતુ શિવાની રાજાએ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવ્યો હતો. માત્ર શિવાની રાજા જ નહીં પરંતુ ભારતીય મૂળના ૨૬ લોકોએ UKની ચૂંટણી જીતી હતી. UKમાં ૬૫૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં લેબર પાર્ટીએ ૪૧૨ બેઠકો જીતી હતી, જ્યારે બીજી તરફ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર ૧૨૧ બેઠકો મળી હતી.
આ પણ વાંચો :-